ઉંબરે ઊભી સાંભળું રે
બોલ વ્હાલમના; ઘરમાં
સૂતી સાંભળું રે બોલ
વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં
જાગે, સપનાં રે લોલ
વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે
બોલ વ્હાલમના.
કાલ તો હવે વડલાડાળે
ઝૂલશું લોલ, કાલ તો હવે
મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે
મને, વાગશે રે બોલ
વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે
બોલ વ્હાલમના.
આજની જુદાઇ ગોફણ ઘાલી
વીંઝશું લોલ, વાડને
વેલે વાલોળપાપડી
વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે
બોલ વ્હાલમના; ઘરમાં
સૂતી સાંભળું રે બોલ
વ્હાલમના.
Sunday, 17 December 2017
Umbre Ubhi
Subscribe to:
Post Comments (Atom)
New Post
Mele chaliyan
Mele chaliyan te leke aave chudiyan - 2 vich bava vich hon channa puriyan - 2 hoye ke leja mera guth milke - 2 Ho mele chaliy...
Popular Posts
-
চল বলে ফেলি কত কথাকলি জন্মেছে বলতে তোমায় তোমাকে চাই।। ঝলসানো রাতের এ পোড়া বরাতে তুমি আমার অন্ধকার আর রোশনাই।। কার্নিশে আলতা...
-
মাফিয়া মিডিয়া, রাজা ধিরাজ পা চাটছে সুশিল সমাজ... প্রেত আত্মার পেটেন্ট নেওয়া পচা কবর, ভুল খবর, পবিত্র ভোর... মাফিয়া মিডিয়া, রাজা ধিরাজ প...
-
এখন দৃষ্টি অবরুদ্ধ নয় এখন ঠান্ডা মহাযুদ্ধ নয় এখন দৃষ্টি অবরুদ্ধ নয় এখন ঠান্ডা মহাযুদ্ধ নয় বেলাগাম পৃথিবী কে দিলাম ছুটি আমি শেকলে বেঁধে ...
No comments:
Post a Comment